HomeMorbiટંકારામા NDPSના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને પોલીસે દબોચી લીધો
ટંકારામા NDPSના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા ઈસમને પોલીસે દબોચી લીધો
ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ ના ગુન્હામાં ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપી નાસીરમિયા સિકંદરમિયા મલેક (ઉ.વ.૩૬) રહે. દાણીલીમડા વિસ્તાર, અમદાવાદ શહેર મુળ રહે. ખેડા-નડીયાદ વાળાને શોધી કાઢતા આગળની કાર્યવાહી ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે.