HomeMorbiમોરબી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
મોરબી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય દિવસ નિમિતે મોરબી મહાનગરપાલિકા દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને ઉત્સાહમાં વધારો થાય તે હેતુસર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
તે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલ mmc4women વિક અંતર્ગત સૌથી પહેલો કાર્યક્રમ એટલેકે “Yoga & Zumba 4 Women” કાર્યક્રમનું આયોજન નીચે મુજબ રાખવામાં આવેલ છેઃ
તારીખ: ૦૧/૦૩/૨૦૨૬ (રવિવાર) સ્થળ: સરદાર બાગ, મોરબી સમય: સવારે ૯:૦૦ કલાકે
આ કાર્યક્રમમાં નિષ્ણાત ટ્રેનરો દ્વારા યોગા તથા ઝુમ્બા સેશન યોજાશે, જે મહિલાઓના શારીરિક અને માનસિક આરોગ્ય માટે અત્યંત લાભદાયી રહેશે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ મહિલાઓએ પોતાની યોગા મેટ તથા પાણીની બોટલ સાથે લાવવાની રહેશે.
આરામદાયક ડ્રેસ તથા સમયસર હાજરી આપવા વિનંતી.
મોરબી શહેરની વધુમાં વધુ મહિલાઓ આ આરોગ્યપ્રદ અને ઉત્સાહભર્યા કાર્યક્રમમાં જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે તેવી હાર્દિક અપીલ.