HomeMorbiમાળીયાના વેણાસર ગામની સીમમાંથી.1.5 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

માળીયાના વેણાસર ગામની સીમમાંથી.1.5 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી ફરાર

માળીયા મીયાણાના વેણાસર ગામની સીમમાંથી દેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માળીયા મીંયાણા પોલીસે ૧,૦૫,૦૦૦ નો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે માળીયા મીંયાણાના વેણાસર ગામની સીમમાંથી બાતમીવાળી જગ્યાએ થી દેશીદારૂ લીટર ૩૦૦ તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૧૮૦૦ /- મળી આવતા પ્રોહી. ની સફળ રેઇડ કરી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૦૫,૦૦૦/- પકડી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી આમીન ઉર્ફે ટકી ઇસ્માઇલભાઇ મોવર રહે.વેણાસર ગામની સીમમા તા માળીયા મિયાણાવાળા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular