HomeMorbiમોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર પર રોંગ સાઈડનો કહેર: લાયસન્સ વિના બાઈક દોડાવનાર...

મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર પર રોંગ સાઈડનો કહેર: લાયસન્સ વિના બાઈક દોડાવનાર યુવાન ડમ્પર નીચે ચડતા મોત

મોરબી–વાંકાનેર નેશનલ હાઈવે પર ફરી એકવાર બેદરકારીભરી ડ્રાઇવિંગનો કરૂણ અંત સામે આવ્યો છે. અશ્વમેઘ કાંટા સામે ઢુવા ચોકી નજીક રોંગ સાઈડમાં બાઈક હંકારી રહેલા યુવાનનું ડમ્પર સાથે ભયાનક અથડામણ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

આ‌ અંગે મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અને હાલ વાંકાનેર નજીક આવેલ સાનવી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજુરી કરતા આકાશભાઈ કાલુભાઈ ભાંભર ઉ.વ.૨૫વાળા પોતાનું પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર એમ.પી-૧૧-એન.જે.-૦૩૩૦ વાળુ મોટરસાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ લાઇસન્સ વગર ચલાવી સામેથી આવતા ડમ્પર રજીસ્ટર નંબર જીજે-૦૯-એ.વી.-૨૪૨૩ વાળા સાથે ભટકાતા ડમ્પર નીચે આવી જતા બાઈક ચાલક આકાશભાઈનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular