HomeMorbiમોરબીમાં અસમાજિક તત્વો બેફામ: બાઈકસવાર ત્રિપુટીએ સ્વિફ્ટ કારના કાચ ફોડ્યા, ૧૦ હજારનું...

મોરબીમાં અસમાજિક તત્વો બેફામ: બાઈકસવાર ત્રિપુટીએ સ્વિફ્ટ કારના કાચ ફોડ્યા, ૧૦ હજારનું નુકસાન

મોરબી શહેરમાં ફરી એકવાર અસમાજિક તત્વોની હરકતો સામે આવતાં નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. જુના મહાજન ચોક વિસ્તારમાં મોડી રાત્રે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલી કારને નિશાન બનાવી તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ નેહરુ ગેટ બી મામુજીવાળી શેરી પખાલી શેરીમાં રહેતા એમદભાઈ અસલમભાઈ બાનાણી (ઉ.વ.૩૦) એ આરોપી અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જુના મહાજન ચોક ટ્રેડ સેન્ટર સામે કુવાળીવારા પીરની દરગા વાળી શેરીમાં આરોપીઓએ ફરિયાદીની સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એલ.-૯૭૧૯ વાળી કારનો પાછળના દરવાજાનો કાચ તોડી તથા ખાલી સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી કારમા ૧૦,૦૦૦ નું નુકશાન કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular