HomeMorbiમાળીયામાં દેશી દારૂના અડ્ડા પર પોલીસની કાર્યવાહી: ચિખલી સીમમાં ભઠ્ઠી ધ્વસ્ત, 4.10...
માળીયામાં દેશી દારૂના અડ્ડા પર પોલીસની કાર્યવાહી: ચિખલી સીમમાં ભઠ્ઠી ધ્વસ્ત, 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત
માળીયા મીયાણા તાલુકામાં પ્રોહીબિશન કાયદા અંતર્ગત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તાલુકાના ચિખલી ગામની સીમમાં આવેલા કરાડીયા વિસ્તારમાં બાતમીના આધારે રેડ પાડતાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. સ્થળ પરથી અંદાજે રૂ. 4,10,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ગુપ્ત બાતમી મળતાં તાત્કાલિક ટીમ બનાવી દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી અંદાજે 200 લીટર તૈયાર દેશી દારૂ, 2800 લીટર દારૂ બનાવવાનો આથો તેમજ એક બોલેરો પીકઅપ ગાડી કબજે કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી કાસમભાઈ અબ્દુલભાઈ સામતાણી (રહે. ચિખલી, તા. માળીયા મીયાણા) સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના આ પગલાંથી વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ચકચાર મચી છે અને પ્રોહીબિશન કાયદાનું કડક અમલીકરણ થતું હોવાનો સંદેશો આપવામાં આવ્યો છે.