HomeMorbiવાંકાનેરના રામ ચોકમાં નજીવી બાબતે મહિલાને પથ્થર-લાકડીથી બે શખ્સોએ માર માર્યાની ફરીયાદ...

વાંકાનેરના રામ ચોકમાં નજીવી બાબતે મહિલાને પથ્થર-લાકડીથી બે શખ્સોએ માર માર્યાની ફરીયાદ નોંધાઈ

વાંકાનેર શહેરના રામ ચોક વિસ્તારની શુકલ શેરીમાં ધુળેટીના તહેવાર દરમિયાન બનેલી નજીવી બાબતે હિંસક બનાવ સામે આવ્યો છે. રંગ-પાણીથી રમતા બાળકોનો વિડિયો ઉતાર્યો હતો બાદમાં સાયલ આરોપીના ઘર પાસે મુકેલ જે બાદ બે શખ્સોએ મહિલા અને સાથીઓને ગાળો આપી પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ રામ ચોકમાં શુકલ શેરીમાં રહેતા ખુશ્બુબેન મહેન્દ્રભાઈ વરસડાએ તેમની જ શેરીમાં રહેતા આરોપી જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી તથા બટુકભાઈ ગોરધનભાઈ મેઘાણી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા મીત્રોના છોકરાઓ શેરીમા ધુળેટીના તહેવાર અન્વયે કલર પાણીથી રમતા હોય આરોપી જ્યોતિકાબેન ત્યા આવી છોકરાઓ સાયકલ ઉપર બેસી મોબાઇલ થી વીડીયો ઉતારતા હોય અને સાયકલ તેના ઘર પાસે મુકેલ હોય જેથી છોકરાના વાલી ફરીયાદ તથા સાથીઓ આરોપીના ઘર પાસે જતા બન્ને આરોપીઓએ ગાળો બોલી છુટા પથ્થર તથા ઇટોના ઘા કરી અને લાકડી વતી હાથે પગે શરીરે ફરીયાદ- સાથીઓને મુંઢમાર મારી ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular