HomeMorbiમોરબીના જાંબુડીયા પાસે સિરામિક ફેક્ટરીમાં કરંટ લાગતાં 23 વર્ષીય યુવાનનું કરૂણ મોત

મોરબીના જાંબુડીયા પાસે સિરામિક ફેક્ટરીમાં કરંટ લાગતાં 23 વર્ષીય યુવાનનું કરૂણ મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલી મેક્ષ ગ્રેનીટો સિરામિક કંપનીમાં કામ કરતા એક યુવાનનું કરંટ લાગતાં કરૂણ મોત થયાની ઘટના સામે આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા સુમીતકુમાર શ્યામનારાયણ ચૌહાણ (ઉ.વ.૨૩) ગ્લેજ લાઇન વિભાગમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણસર ઇલેક્ટ્રિક શોર્ટ થતાં તેમને કરંટ લાગ્યો હતો. ઘટનામાં ગંભીર ઇજા થતાં યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular