HomeMorbi“શિક્ષણ મંદિર બન્યું શરાબખાનું!” આંદરણા ગામે ક્લાસ દરમિયાન દારૂ પીનાર શિક્ષક સસ્પેન્ડ

“શિક્ષણ મંદિર બન્યું શરાબખાનું!” આંદરણા ગામે ક્લાસ દરમિયાન દારૂ પીનાર શિક્ષક સસ્પેન્ડ

મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓ સામે જ દારૂ પીને શરમજનક વર્તન કરનાર શિક્ષક સામે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. આ ગંભીર ઘટનાને પગલે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંડોવાયેલા શિક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ફરજમુક્ત કરી દીધા છે.

આ અંગે મળતી માહિતી મુજબ આંદરણા ગામની સરકારી પ્રાથમિક શાળા નંબર એ-01માં ફરજ બજાવતા શિક્ષક રાજુભાઈ ખીમજીભાઈ પરમાર ક્લાસ દરમિયાન જ દારૂના નશામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ સામે શિક્ષક દારૂ પીતા હોવાની જાણ થતા ગામના વાલીઓ અને સરપંચના પતિ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ શરમજનક બનાવ બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલિક કડક પગલું ભરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે સંડોવાયેલા શિક્ષકને સસ્પેન્ડ કરી ફરજમાંથી મુક્ત કર્યા છે. સાથે જ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે અને શિક્ષક સામે ખાતાકીય તપાસની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પોલીસ તપાસ પૂર્ણ થઈ અને કાયદાકીય પ્રક્રિયા મુજબ શિક્ષક દોષિત કે નિર્દોષ સાબિત થાય ત્યાં સુધી તેમનું સસ્પેન્શન યથાવત રહેશે.

RELATED ARTICLES

Most Popular