HomeMorbiમોરબીના લાતી પ્લોટમાં દારૂ સાથે યુવાન ઝડપાયો; વેચાણ માટે રાખેલ 30 ચપલા...
મોરબીના લાતી પ્લોટમાં દારૂ સાથે યુવાન ઝડપાયો; વેચાણ માટે રાખેલ 30 ચપલા પોલીસે જપ્ત કર્યા
મોરબી શહેરમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂનો વેપાર ચાલુ હોવાના બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાંથી સિટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લાતી પ્લોટ વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. દરમિયાન લાતી પ્લોટ શેરી નં. 6 ના નાકે ખોડીયાર ટ્રાવેલ્સની બાજુમાં આરોપી દ્વારા વેચાણ કરવાના ઈરાદાથી રાખવામાં આવેલ વિદેશી દારૂની 30 ચપલા મળી આવી હતી. આ દારૂની કિંમત રૂપિયા 5400 હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પિયુષ ઉર્ફે ભુરો નવઘણભાઈ ખીંટ (ઉ.વ.18) રહે. ભગવતીપરા, વાવડી રોડ, મોરબીને ઝડપીને તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.