HomeMorbiરેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મોરબી મુલાકાત બાદ એસપીનું કડક પગલું; ફરિયાદ નોંધવામાં...

રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મોરબી મુલાકાત બાદ એસપીનું કડક પગલું; ફરિયાદ નોંધવામાં બેદરકારી બદલ ASIને સસ્પેન્ડ કરાયા

મોરબી જિલ્લાના નેકનામ ગામના પ્રકાશ શેરશીયા નામના યુવાનને રેન્જ સિરામિક નજીકથી બૂટલેગરોએ બળજબરીથી CNG રિક્ષામાં બેસાડી અન્ય અડ્ડા પર લઈ જઈ મારપીટ કરી હતી. પાંચ જેટલા લોકોએ લાકડા અને બેલ્ટથી માર મારી તેના રૂ. ૪૦ હજાર અને મોબાઇલ છીનવી લીધા હતા. આરોપીઓએ પોલીસમાં ભરણ હોવાની ધમકી આપી ફરિયાદ ન કરવા દબાણ કર્યું હોતુ અને તમારી ફરીયાદ નહી લે તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ અમે કેસ પેપર અને MLC કાગળો ચકાસી પ્રથમ ૧૦૦ નંબરમાં ફોન કર્યો જેને અમને તાલુકા પોલીસ સ્ટેશન ના ડબલા ના નંબર આપ્યા જે કોઈ એ રીસીવ જ ન કર્યું, બાદમાં અમે PSO ના નંબર મેળવી ભોગબન નારની હાલત અને MLC નં ૧૦૦૩/૨૬ આપ્યા પણ કોઈ જવાબ મળ્યો નહીં ફરી અમે PSO ને ફોન કર્યો અને આખી સ્ટોરી કરી જેમને અમને ASI સોલંકીના નંબર આપ્યા જેને કહું કે તમારે રજા લેવી હોય તો રાજા લઈ લો અમે કાગળો લઈ કાર્યવાહી કરશું કા પોલીસ સ્ટેશન મોકલી આપો.

મોરબી જિલ્લામાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવવાના મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ફરિયાદ સંબંધિત કામગીરીમાં ઉદાસીનતા સામે આવતા જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ASI સબળસિંહ સોલંકી સામે સસ્પેન્શનનું પગલું લેવામાં આવ્યું છે.

આ કાર્યવાહી બાદ મોરબી જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે અને અન્ય પોલીસ કર્મચારીઓને પણ કામગીરીમાં બેદરકારી ન રાખવાની કડક ચેતવણી સમાન સંદેશો આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular