HomeMorbiમોરબીમાં ઘરેલુ કલહ ઉગ્ર બન્યો : વહુએ સસરાને તપેલી વડે ઈજા પહોંચાડ્યાનો...

મોરબીમાં ઘરેલુ કલહ ઉગ્ર બન્યો : વહુએ સસરાને તપેલી વડે ઈજા પહોંચાડ્યાનો આક્ષેપ

મોરબી શહેરમાં ઘરેલુ કલહનો બનાવ સામે આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડાનો ખાર રાખી વહુએ પોતાના સસરા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે આવેલી રોલા રાતડીયાની વાડી વિસ્તારમાં રહેતા દેવકરણભાઈ નારાયણભાઈ ડાભી (ઉ.વ. 60) એ પોતાની વહુ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને અરોપી બાઇ મરા દિકરાની વહુ થાતી હોય અને તે બન્ને વચ્ચે છેલ્લા થોડા સમય થી અવાર નવર ઝગડા થતા હોય જે બંને પતી-પત્ની વચ્ચે ઝગડો થતા તેનો ખાર રાખી જેમ ફાવે તેમ ગાળો બોલી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી રસોઇ બનાવવાની તપેલી વડે હાથમા ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular