HomeMorbiમોરબી શક્ત શનાળા પાસે સ્વીફ્ટ કારમાંથી 17 બીયર ટીન સાથે યુવક ઝડપાયો

મોરબી શક્ત શનાળા પાસે સ્વીફ્ટ કારમાંથી 17 બીયર ટીન સાથે યુવક ઝડપાયો

મોરબી શહેર નજીક આવેલા શકત શનાળા ગામ વિસ્તારમાં દારૂ સાથે એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ આરોપીના કબજા ભોગવટવાળી સ્વિફ્ટ કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૧૫૭૭ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બિયર ટીન નંગ -૧૭ કિંમત રૂપિયા ૨૦૨૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (ઉ.વ.૨૧) રહે. શનાળા પ્લોટ વિસ્તારમાં મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular