HomeMorbiચોટીલા–રાજકોટ હાઈવે પર મોરબી એલસીબીનો મોટો દરોડો : ટ્રકમાંથી 31,752 બોટલ વિદેશી...

ચોટીલા–રાજકોટ હાઈવે પર મોરબી એલસીબીનો મોટો દરોડો : ટ્રકમાંથી 31,752 બોટલ વિદેશી દારૂ સાથે ડ્રાઈવર ઝડપાયો,

મોરબી એલસીબી પોલીસ દ્વારા દરોડા દરમિયાન ચોટીલા–રાજકોટ હાઈવે પર આવેલ સુગર ‘એન’ સ્પાઈસ હોટેલ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 31,752 બોટલ મળી આવી હતી. દારૂની કિંમત રૂપિયા 1,93,47,360 તથા અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂપિયા 2,18,55,560નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ચોટીલા–રાજકોટ હાઈવે પર સુગર ‘એન’ સ્પાઈસ હોટેલ નજીક વોચ ગોઠવી દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ટ્રક નંબર RJ-14-GP- 4506ને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ મામલે ટ્રક ડ્રાઈવર લલિતકુમાર પ્રતાપજી ખરાડી (રહે. રાજસ્થાન)ને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. જ્યારે દારૂ મોકલનાર, વાહનનો માલિક તથા દારૂનો રિસીવર સહિત ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular