HomeMorbiમોરબીમાં જમીન સોદાની આડમાં લાખોની ઠગાઈ: દસ્તાવેજ કર્યા વગર રૂ.75.75 લાખ પડાવ્યા,...
મોરબીમાં જમીન સોદાની આડમાં લાખોની ઠગાઈ: દસ્તાવેજ કર્યા વગર રૂ.75.75 લાખ પડાવ્યા, પાંચ આરોપીઓ સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકા વિસ્તારમાં જમીન સોદા મામલે મોટી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જમીન વેચાણનો સોદો કરીને દસ્તાવેજ ન કરી આપતા યુવક પાસેથી રૂ. 75.75 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે શીવવીલા સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ તથા ખેતી કરતા મનીષભાઈ કેશવજીભાઈ મોરડીયા (ઉ.વ.૩૭) એ આરોપી અશોકભાઇ સવજીભાઇ મેરજા રહે.બગથળા, સંદીપભાઇ માવજીભાઇ મેરજા રહે. મહેન્દ્રનગર, અકીભાઇ શાહ, કેતનભાઇ લાલજીભાઇ સંઘાણી રહે. ઘુટુ, રાજેશભાઇ દેશાભાઇ ચૌહાણ રહે. માણેકવાડાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી સાથે જમીનનો સોદો કરી જમીનનો દસ્તાવેજ ન કરી આપી ફરીયાદી પાસેથી રોકડા રૂ.૭૫,૭૫,૦૦૦/- ની ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૧૬(૨),૫૪, ૬૧(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.