HomeMorbiટંકારા કલાકારને ફોન પર ધમકી: બોટાદના બે ડાયરા કલાકારો સામે પોલીસમાં ફરિયાદ

ટંકારા કલાકારને ફોન પર ધમકી: બોટાદના બે ડાયરા કલાકારો સામે પોલીસમાં ફરિયાદ

ટંકારા નજીક ડાયરા કાર્યક્રમને લઈ કલાકારને ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બોટાદ જિલ્લાના બે શખ્સો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા ઘેટીયા વાસમાં રહેતા અને ડાક વગાડતા કલાકાર હરેશભાઇ ગુણવંતભાઈ પનારા (ઉ.વ.૨૬) એ આરોપી શૈલેષ વિરમભાઇ રાવળ તથા હરેશ કણબી રહે. નીંગાળા તા.જી. બોટાદવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ડાકલા વગાડી ડાયરા કરતો હોય અને આરોપીઓ પણ ડાયરા કરતા હોય જેથી ફરીયાદી બોટાદ બાજુ ડાયરા કરવા જવાનો હોય જે આરોપીઓને પસંદ ન આવતા આરોપીઓએ ફરિયાદીને ફોન પર વારાફરતી બેફામ ગાળો આપી ફરિયાદીને કહેલ કે તું નીંગોળા બોટાદ બાજુ ડાક વગાડવાનો પ્રોગ્રામ કરવા ક્યારે આવાનો છો તેમ કહી ભેગો થવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular