HomeMorbiમોરબીમાં ‘લુડો કિંગ’ ગેમ બન્યું જુગારનું માધ્યમ: અવની ચોકડી પાસે બે શખ્સ...

મોરબીમાં ‘લુડો કિંગ’ ગેમ બન્યું જુગારનું માધ્યમ: અવની ચોકડી પાસે બે શખ્સ ઝડપી પડ્યા

મોરબીમાં મોબાઈલ ગેમ ‘લુડો કિંગ’ મારફતે રૂપિયા લગાવી જુગાર રમવાનો બનાવ બહાર આવ્યો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન અવની ચોકડી પાસે કેનાલ નજીકથી બે શખ્સોને રંગેહાથ ઝડપ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીની અવની ચોકડી પાસે કેનાલ નજીકથી લુડો કિંગ ગેમ પર રૂપિયાની હાજરજીતનો જુગાર રમતા બે ઈસમ મહમદભાઇ ઇલ્યાસભાઇ સાઇબાની (ઉ.વ.૨૩) રહે-કબીર ટેકરી શેરી નં-૧ મોરબી તથા મનિષભાઇ જયકિશન ભાઇ અનાવડીયા (ઉ.વ.૨૫) રહે-અવની ચોકડી દુકાનમા મુળ રહે-એસ.બી.આઇ બેન્ક વાળી ગલી મીલની ચાલી રતનપર સુરેન્દ્રનગર વાળાને રોકડ રકમ ૧૦૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular