HomeMorbiમાળીયામાં બંધ ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી પોલીસને ચકમો આપી ફરાર

માળીયામાં બંધ ઓરડીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો; આરોપી પોલીસને ચકમો આપી ફરાર

માળીયા મીયાણાના વાડા વિસ્તારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં તેને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ ને મળેલ બાતમીના આધારે વાતની વાળી જગ્યાએ દરોડો પાડતા માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં રહેતા આરોપી સિરાજ કરીમભાઈ સંતવાણીએ પોતાના કબજા ભોગવડ વાળી બંધ ઓરડીમાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ – 207 કિંમત રૂપિયા 2,26,700નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રેડ દરમિયાન હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ માળીયા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular