HomeMorbiમોરબીમાં દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન; ઉદ્યોગપતિઓ અને...

મોરબીમાં દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન; ઉદ્યોગપતિઓ અને આગેવાનોના સહયોગથી આયોજન 

મોરબીમાં યુવતીઓમાં જાગૃતિ અને સચેતનતા વધે તેવા હેતુથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે “The Kerala Story 2” ફિલ્મનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવશે. આ આયોજનમાં શહેરના ઉદ્યોગપતિઓ, સામાજિક તથા રાજકીય આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે.

આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર તરીકે મનોજભાઈ એરવાડિયા (પ્રમુખ) વિટ્રીફાઇડ એસોસિએશન મોરબી), જયદીપભાઈ દેત્રોજા (ભાજપ અગ્રણી), અનિલભાઈ વરમોરા (પાટીદાર સમાજ અગ્રણી), કેતનભાઈ વિલપરા (પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) અને પી.ડી. કાંજીયા (નવયુગ સ્કૂલ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્યવ્રત કોલેજ-મોરબીના સહભાગિતાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં જાગૃતિ લાવવાનો છે જેથી દીકરીઓ અને યુવતીઓ સમાજમાં વધુ સુરક્ષિત, સજાગ અને સશક્ત બની શકે. ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી પરંતુ આજના સમયમાં સમાજ સામે ઊભા થતા કેટલાક સંવેદનશીલ પ્રશ્નો અને તેની પાછળની વાસ્તવિકતાઓ વિશે વિચારવા પ્રેરણા આપે છે.

આ કાર્યક્રમ દ્વારા યુવતીઓને જીવનમાં યોગ્ય નિર્ણય લેવાની સમજ, ગેરમાર્ગે દોરતી પરિસ્થિતિઓ સામે સજાગ રહેવાની પ્રેરણા અને પોતાની સુરક્ષા અંગે જાગૃત બનવાની સમજ મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા કાર્યક્રમો દ્વારા યુવતીઓમાં આત્મવિશ્વાસ વધે અને સાચું-ખોટું ઓળખવાની સમજ વિકસે તે પણ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ફિલ્મનું પ્રદર્શન એક દિવસ માટે કુલ 6 શો તરીકે રાખવામાં આવ્યું છે. જેમાં બપોરે 3 વાગ્યે, સાંજે 6 વાગ્યે અને રાત્રે 9 વાગ્યે શો યોજાશે. નોંધનીય છે કે આ મુવી માટે 25 વર્ષથી નાની દીકરીઓને જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન માટે ઇચ્છુક દીકરીઓએ નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

📞 9512410064

📞 9687625100

RELATED ARTICLES

Most Popular