HomeMorbiમાળીયાના મોટા દહીસરામાં જાહેરમાં ચાલતી જુગારની રમતમાં પોલીસ ત્રાટકી: પાંચ શખ્સો પકડાયા
માળીયાના મોટા દહીસરામાં જાહેરમાં ચાલતી જુગારની રમતમાં પોલીસ ત્રાટકી: પાંચ શખ્સો પકડાયા
માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમા ખોજાવાસ વાળી શેરી, બોરડીવાસમા, બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા પાંચ ઇસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે મોટા દહીસરા ગામમાં ખોજાવાસ વાળી શેરી બોરડીવાસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઇસમો પર સફળ રેઇડ કરી કુલ પાંચ ઇસમોને લક્ષમણગીરી ભિખુગીરી ગોસાઇ, મનસુખલાલ ઉર્ફે મનુભા લાભુભા ગઢવી, હરપાલસિંહ નવુભા જાડેજા, રામદેવસિંહ સુખદેવસિંહ જાડેજા, સામતભાઇ ભિખાભાઇ બાંભવા રહે. પાંચેય મોટા દહીસરા ગામ તા. માળિયાવાળાને રોકડા રૂપીયા ૧૦,૫૦૦/- સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.