HomeMorbiમોરબી ભાજપમાં સંગઠનાત્મક મોટો ફેરફાર: શહેર અને બે તાલુકાના મંડલ પ્રમુખ સહિત...

મોરબી ભાજપમાં સંગઠનાત્મક મોટો ફેરફાર: શહેર અને બે તાલુકાના મંડલ પ્રમુખ સહિત નવા પદાધિકારીઓની જાહેરાત

મોરબી: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશના શિર્ષસ્થ નેતૃત્વ સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓના સંગઠનાત્મક માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી નિયુક્તિઓમાં મોરબી જિલ્લા અને શહેર ભાજપ સંગઠનમાં મહત્વના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

જાહેર કરાયેલી યાદી મુજબ મોરબી જિલ્લામાં મહિલા મોરચાના જિલ્લા મહામંત્રી ઉપરાંત મોરબી શહેર, વાંકાનેર તાલુકા અને હળવદ શહેરમાં નવા મંડલ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે.

મોરબી જિલ્લા અને તાલુકા સ્તરે પક્ષ મજબૂત કરવા માટે નીચે મુજબના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે

જીલ્લા મહામંત્રી (મહિલા મોરચો): આરતીબેન સુરેશભાઈ ટુંડીયા, મંડલ પ્રમુખ (મોરબી શહેર): નૈમિષભાઈ કનૈયાલાલભાઈ પંડિત, મંડલ પ્રમુખ (વાંકાનેર તાલુકો): ભરતભાઈ પ્રભુભાઈ દેગામા, મંડલ પ્રમુખ (હળવદ શહેર): યશભાઈ નીતિનભાઈ પટેલ.

RELATED ARTICLES

Most Popular