HomeMorbiમોરબીમાં વાતોના જાળમાં ફસાવી રિક્ષાની ચોરી: 'મારો ફેરો બંધ છે, તું આંટો...

મોરબીમાં વાતોના જાળમાં ફસાવી રિક્ષાની ચોરી: ‘મારો ફેરો બંધ છે, તું આંટો મારી આવ’ કહી રૂ. 2 લાખની CNG રિક્ષા લઈને ફરાર

મોરબીના લાલપર વિસ્તારમાં એક રિક્ષાચાલક વિશ્વાસમાં આવી જતાં ઠગાઈનો ભોગ બન્યો હતો. અજાણ્યા શખ્સે ‘મારો ફેરો બંધ છે, તું આંટો મારી આવ’ કહી વાતોમાં ભોળવી રિક્ષાચાલકને દૂર મોકલી દીધો અને તકનો લાભ લઈ અંદાજે રૂ. 2 લાખની કિંમતની CNG રિક્ષા લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાલપર નજીક રહેતા 20 વર્ષીય યુવાન જયદિપભાઈ ચંદુભાઈ ચાવડાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીના હવાલાવાળી બજાજ કંપનીની સી.એન. જી રીક્ષા રજીસ્ટર નંબર- GJ-36-W-4543 જેની કી.રૂ. ૨,૦૦,૦૦૦/- વાળી કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular