HomeMorbiમોરબીમાં ઘરકંકાસે લીધો ઉગ્ર વળાંક: ફોન ન ઉપાડવાના મામલે પતિએ પત્નીને માર...
મોરબીમાં ઘરકંકાસે લીધો ઉગ્ર વળાંક: ફોન ન ઉપાડવાના મામલે પતિએ પત્નીને માર મારી બચકાં ભર્યા, સાસુ-સસરા પણ ઈજાગ્રસ્ત
મોરબી શહેરના એસ.પી. રોડ પર આવેલા ફ્લોરા-17 વિસ્તારમાં ઘરેલુ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ફોન ન ઉપાડવાની બાબતે પતિ ઉશ્કેરાઈ જતાં પત્ની પર ઢોર માર માર્યો હોવાની સાથે ગળા અને છાતીના ભાગે બચકાં ભર્યા હતા. દરમિયાન વચ્ચે પડેલા પોતાના માતા-પિતા (પત્નીના સાસુ-સસરા)ને પણ ઈજા પહોંચાડી પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ એસ.પી. રોડ પર ફ્લોરા-17 માં રહેતા અને ઘરકામ કરતા ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણી (ઉ.વ.30) એ આરોપી તેમના જ પતિ આકાશ હરજીવનભાઇ જીવાણી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી તથા સાથીને ફરીયાદિના પતિ એ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ફરીયાદિને ગળાના ભાગે તથા છાતીના ભાગે બટકા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.