HomeMorbiટંકારાના ઘુનડામાં તસ્કરોનો આતંક: એક જ રાતમાં 8 ખેડૂતોની મોટરના કોપર કેબલ...

ટંકારાના ઘુનડામાં તસ્કરોનો આતંક: એક જ રાતમાં 8 ખેડૂતોની મોટરના કોપર કેબલ કાપી ચોરી, ખેડૂતોમાં રોષ

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમમાં આવેલા ઢબુકિયું તળાવ ખાતે તસ્કરોએ એકસાથે આઠ ખેડૂતોની મોટરના કોપર કેબલ કાપી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે, જ્યારે ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના ઘુનડા ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ૪૫ વર્ષીય મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી તથા આઠ જેટલા ખેડૂતના ઘુનડા (સ) ગામની સીમમા આવેલ ઢબુકીયુ તરીકે ઓળખાતુ તળાવમાં રહેલ મોટરના કોપર વાયર આશરે ૧૫૦ ફૂટ જેનો આશરે વજન ૨૦ કિ.ગ્રા. કિ રૂ-૬૦૦૦/ નો કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular