HomeMorbiમોરબીમાં તસ્કરોનો આતંક: બંધ મોટર રીવાઇન્ડિંગ દુકાનનું શટર ઊંચું કરી રૂ. 1.42...

મોરબીમાં તસ્કરોનો આતંક: બંધ મોટર રીવાઇન્ડિંગ દુકાનનું શટર ઊંચું કરી રૂ. 1.42 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર

મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલા ખોડિયાર કોમ્પ્લેક્સમાં આવેલી ‘શ્રી મેલડી કૃપા મોટર રીવાઇન્ડિંગ’ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી શટર ઊંચું કરી અંદાજે રૂ. 1.42 લાખના કોપર વાયર, હાઇડ્રોલિક પુલર અને બેરિંગના કાર્ટનની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ મોરબીના પંચાસર નાની કેનાલ રોડ પર રહેતા અને મોટર રીવાઇન્ડીંગનુ કામ કરતા ૩૦ વર્ષીય વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીની ખોખરા હનુમાન રોડ પર ખોડીયાર કોમ્પલેક્ષમા આવેલ શ્રી મેલડી કૃપા નામની મોટર રીવાઇન્ડીંગની દુકાનમાં મોડી રાતના સમયે પાંચેક અજાણ્યા ઇસમો ચેહેરા સ્પષ્ટ ન દેખાય તેવી રીતે આડશ બાંધી રાખી દુકાનનું શટર ઉંચુ કરી દુકાનમાં ગુપ્ત અપપ્રવેશ કરી દુકાનમાં રહેલ વેસ્ટ કોપર તથા નવા જુના કોપર વાયર અંદાજે ૧૦૦ કીલો કી.રૂ. ૧,૦૯,૦૦૦/- તથા હાઇડ્રોલીંક પુલર કી.રૂ. ૮૦૦૦/- તથા નાની મોટી સાઇઝના એસ.એસ.ના બરેીંગ પાંચ કાર્ટન જેની કી.રૂ ૨૫૦૦૦/- ગણી કુલ.રૂ. ૧,૪૨, ૮૦૦/- ના મુદામાલની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular