HomeMorbiમાળીયાના મોટા દહીંસરા પાસે એલસીબીનો દરોડો: સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
માળીયાના મોટા દહીંસરા પાસે એલસીબીનો દરોડો: સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
માળીયા(મીં) તાલુકાના મોટા દહીંસરા ગામ નજીક મોરબી એલસીબીએ ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી સ્વીફ્ટ કારમાંથી 222 બોટલ વિદેશી સ્કોચ વ્હિસ્કી સહિત રૂ.7.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન કાર પર લગાવેલી નંબર પ્લેટ પણ ખોટી હોવાનું બહાર આવતા આરોપી સામે પ્રોહિબિશન તેમજ ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, જીતુભા જીવુભા જાડેજા રહે. મોટા દહીંસરા વિવેકાનંદનગર તા.માળીયા(મીં) જી.મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર નંબર-GJ-10-BG-5225 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને મોટા દહિસરા ગામે આવેલ વિવેકાનંદ નગર પાસે એક બાવળની કાંટ પાસે રાખેલ છે. તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ સાથે રેઇડ કરતા સ્વીફ્ટકાર માંથી અલગ-અલગ બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કીની કુલ વિદેશી દારૂની બોટલો નંગ-૨૨૨ કિ.રૂ.૪,૦૩,૫૫૪ તથા કાર મળી કુલ કિ.રૂ.૭,૦૩,૫૫૪/-નો મુદામાલ ઝડપી પાડી સ્વીફ્ટકારના એન્જીન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે મોબાઇલ ફોનમાં પોકેટકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા સ્વીફ્ટકારની નંબરપ્લેટ ખોટી હોવાનુ જણાયેલ જેથી આરોપીએ આ નંબર પ્લેટ ખોટી હોવાનુ જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ સ્વીફ્ટ ગાડીમાં ખોટી નંબરપ્લેટ લગાડેલ હોવાનુ જણાઇ આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા તળે તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાર્યવાહિ કરી માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.