HomeMorbiટીખળ કેમ રોકી? કહી રેશનિંગ દુકાનદાર પર જીવલેણ હુમલો, કાજરડામાં ફરિયાદ નોંધાઈ

ટીખળ કેમ રોકી? કહી રેશનિંગ દુકાનદાર પર જીવલેણ હુમલો, કાજરડામાં ફરિયાદ નોંધાઈ

માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે નજીવી બાબતે વિવાદ હિંસક બન્યો હતો. દુકાન આગળ ટીખળ ન કરવા ટોકનાર વેપારી અને રેશનિંગ દુકાનદાર પર આરોપીએ બપોરે રસ્તામાં રોકી લાકડાના ધોકાથી માથામાં હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા અને વેપાર કરતાં ૪૦ વર્ષીય ઈસ્માઈલભાઈ કાજેડીયાએ આરોપી જલાઉદ્દીન હસણભાઈ કાજેડીયા વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સવારના આરોપી ટીખણ કરતો હોય જેથી તેને ફરીયાદીએ ટોકેલ હોય જે આરોપીને સારૂ ન લાગતા એ વાતનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી કરી લાકડાના ધોકા વતી માથાના ભાગે ઈજા કરી હોવાની ફરીયાદ‌ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular