HomeMorbiપત્નીને તેડવા મુદ્દે બબાલ લોહિયાળ બની: પ્રતાપગઢમાં સસરા પર છરીથી હુમલો, જમાઈ...
પત્નીને તેડવા મુદ્દે બબાલ લોહિયાળ બની: પ્રતાપગઢમાં સસરા પર છરીથી હુમલો, જમાઈ સામે પોલીસ ફરિયાદ
પ્રતાપગઢ ગામે પરિવારિક વિવાદ હિંસક બનતા જમાઈએ ઉશ્કેરાઈ સસરાના ગળામાં છરીનો ઘા ઝીંક્યો હોવાનું સામે આવ્યું છે. હુમલો અટકાવવા ગયેલી મહિલાને પણ ઈજા થતાં હળવદ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા ૩૯ વર્ષીય ભારતીબેન અલ્પેશભાઈ ઉડેચાએ આરોપી જસમતભાઈ જગામલભાઈ કુણપરા રહે. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નણંદ ગીતાબેનના આરોપી સાથે છુટા છેડા થઈ ગયેલ હોવા છતાં ગીતાબેનને તેડવા આવેલ હોય જેથી ફરીયાદી તથા સાથીઓએ ના પાડતા આરોપી જશમતભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ છરી કાઢી સાથી ફરીયાદીના સસરા લક્ષ્મણભાઈને મારી નાખવાના ઇરાદાથી ગળાના ભાગે છરીનો ઘા મારી ગળાની જમણી બાજુ ગંભીર ઇજા કરી તથા બીજો ઘા કરતા ફરીયાદીએ પકડી લેતા ફરીયાદીને ડાબા હાથની હથેળીમા ઇજા કરી ફરીયાદી તથા સાથીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.