HomeMorbiમોરબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો: હાઇવે પરથી રિક્ષા ચોર ઝડપાયો, ચોરાયેલી રિક્ષા...
મોરબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો: હાઇવે પરથી રિક્ષા ચોર ઝડપાયો, ચોરાયેલી રિક્ષા સાથે ધરપકડ
મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી રિક્ષા ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને જામનગર- ખંભાળીયા હાઇવે પરથી ચોરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો રજિસ્ટર થયેલ જે વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આ ચોરીઓના ગુન્હાને અંજામ આપનાર ઇસમ કલ્પેશભાઇ ભુરાભાઇ પરમાર રહે. હાલ ગવરીદળ તા.રાજકોટ મુળગામખ્ છતર તા.ટંકારાવાળાને જામનગર-ખંભાળીયા હાઇવે રોડ ઉપર જાખર ગામના પાટીયા પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી હસ્તગત કરી ધોરણસર કાર્યવાહી કરી અગાળની વધુ તપાસ પો.સ.ઈ. ડી.ડી.જોગેલા ચલાવી રહેલ છે