HomeMorbiમોરબી તાલુકા પોલીસનો પ્રોહિબિશન પર પ્રહાર: સાપર અને તળાવિયા શનાળામાંથી વિદેશી દારૂ...
મોરબી તાલુકા પોલીસનો પ્રોહિબિશન પર પ્રહાર: સાપર અને તળાવિયા શનાળામાંથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે પ્રોહિબિશન કાયદાના અસરકારક અમલ માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન બે અલગ-અલગ સ્થળોએ સફળ કાર્યવાહી કરી છે. સાપર ગામની સીમ અને તળાવિયા શનાળા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પર વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિંમત રૂપિયા ૧૦૮૦ ના મુદ્દામાલ સાથે આરોપી કિશોરભાઈ બચુભાઇ બળોધરા રહે. હળવદવાળાને ઝડપી પાડયો હતો. જ્યારે બીજી રેઇડ મોરબીના તળાવિયા શનાળા ગામેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૭ કિંમત રૂપિયા ૧૩૬૦ ના મુદ્દામાલ સાથે આરોપી રોહિતભાઈ રાજેશભાઈ કગથરા રહે. તળાવિયા શનાળા ગામ તા. મોરબીવાળાને ઝડપી પાડી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.