HomeMorbiમોરબીમાં લારીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 35 ચપલા કબજે; બુટલેગર ફરાર
મોરબીમાં લારીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 35 ચપલા કબજે; બુટલેગર ફરાર
મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર વિસ્તારમાં પોલીસની દરોડાની કાર્યવાહીમાં લારીમાં આઈસ બોક્સની અંદર ચતુરાઈથી છુપાવી રાખેલા વિદેશી દારૂના 35 ચપલા ઝડપી પાડવામાં આવ્યા છે. જોકે મુખ્ય આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતો નવઘણભાઈ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા પોતાના ઘર બહાર રાખેલી લારીમાં દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરે છે. આ મળલ બાતમીના આધારે બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો. ત્યારે આરોપી નવઘણભાઈના બંધ મકાનની બહાર એક લાકડાની લારી પડી હતી. પોલીસે લારી પર ઢાંકેલો લાલ કલરનો પ્લાસ્ટિકનો આઈસ બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના થેલામાં છુપાવેલો વિદેશીના ચપલા નંગ -૩૫ કિંમત રૂપિયા ૪૯૩૫ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.