HomeMorbiમોરબીના મિલકતધારકો માટે ખુશખબર! મિલકતવેરા પર મળશે 10% રીબેટ, ઓનલાઈન ભરપાઈની પણ...
મોરબીના મિલકતધારકો માટે ખુશખબર! મિલકતવેરા પર મળશે 10% રીબેટ, ઓનલાઈન ભરપાઈની પણ સુવિધા
મોરબી મહાનગરપાલિકાના તમામ મિલકતધારકોને જણાવવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ ના નાણાકીય વર્ષ માટે ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% રીબેટ યોજના અમલ મુકવામાં આવેલ છે. પ્રોપર્ટી ટેક્સ તથા વ્યવસાયવેરો EC સ્વીકારવાની કામગીરી મહાનગરપાલિકા ઓફિસમાં સમય સવારે 10:30 થી સાંજે 5:00 કલાક સુધી તેમજ મહાનગરપાલિકા દ્રારા કુલ 11(અગીયાર) વોર્ડ ઓફીસમાં સ્વીકારવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવે છે.
મહાનગરપાલિકાની https://mmcgujarat.in/ વેબસાઈટમાથી તેમજ હાલ મહાનગરપાલિકાની એપ્લીકેશન ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે. જે એપ્લીકેશન Play Store પરજઈ Morbi Municipal Corporation લખતા મોરબીમહાનગરપાલિકાના લોગોવાળી એપ્લીકેશન ડાઉનલોડ કરી પ્રોપર્ટીટેકસ અને વ્યવસાયવેરોમાં જઈ મિલકત નંબર નાખી ઓનલાઈન મિલકત વેરો અને વ્યવસાયવેરો ઓનલાઈન સરળતાથી ભરી શકાશે.
હાલ મોરબી મહાનગરપાલિકા દ્રારા ડેવલોપમેન્ટ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્રારા બહોળા પ્રમાણમાં અરજદારોએ પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભરીને વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનનો લાભ લીધેલ છે. વેબસાઇટ, મોબાઈલ એપ્લીકેશનના QR કોડ નીચે દર્શાવેલ છે. નાગરિકોને સુવ્યવસ્થિત અને સત્વરે સેવાઓ મળી રહે તે હેતુથી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા તમામ મિલકતધારકો/ભોગવટેદારને જાણ કરવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકા દ્રારા આપવામાં આવેલ રીબેટ યોજનાનો લાભ વધુમાં વધુ મિલકતધારક મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.