HomeMorbiમોરબીના ઘૂંટુમાં મોબાઇલ ટાવર પર ચોરોનો હાથફેરો! એરટેલ નેટવર્કના રૂ. 83,613ના સાધનો...
મોરબીના ઘૂંટુમાં મોબાઇલ ટાવર પર ચોરોનો હાથફેરો! એરટેલ નેટવર્કના રૂ. 83,613ના સાધનો ઉઠાવી ફરાર
મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલી ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું છે. ટાવર પર ચડી એરટેલ નેટવર્કના કેબલ, જમ્પર સહિતના રૂ. 83,613 કિંમતના સાધનો ચોરી કરી ફરાર થઈ જતા કંપનીના સુપરવાઈઝરની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મુળ મોરબી જીલ્લાના મોડપર ગામના વતની અને હાલ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમા રહેતા અને ઈન્ડસ મોબાઈલ ટાવર કંપનીના સુપરવાઈઝર તરીકે નોકરી કરતા ૩૨ વર્ષીય રવિરાજસિંહ ઓમકારસિંહ જાડેજાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના સંચાલન અને દેખરેખ હેઠળના ઇન્ડસ કંપનીના ટાવર ઘુટું ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં રહેલ હોય જે ઇન્ડસ કંપની ના મોબાઇલ ટાવર આઇ.ડી.નંબર ૧૩૨૧૦૯૩ જીટી- ૫૨૮૭ વાળી જગ્યામાં મોડી રાતના સમયે કોઇ અજાણ્યો ચોર ઇસમએ ગુપ્ત અપપ્રવેશ કરી ફરીયાદીના સંચાલન હેઠળના ટાવર ઉપર ચડી ટાવરમાં લગાડેલ એરટેલ કંપીનીના અંજના કાર્ડના કેબલ, જમ્પર, સહીતના કાઢી કી.રૂ. ૮૩ ૬૧૩ ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.