HomeMorbiસાચી સલાહ યુવકને પડી ભારે! ‘તારો કાકા દારૂ પીવે છે’ કહેતા રસ્તા...

સાચી સલાહ યુવકને પડી ભારે! ‘તારો કાકા દારૂ પીવે છે’ કહેતા રસ્તા વચ્ચે પટ્ટાથી મારકૂટ

મોરબીમાં મિત્રની દીકરીની સગાઈ તૂટે નહીં તે હેતુથી વરરાજાના કાકાની દારૂ પીવાની ટેવ અંગે સાચી માહિતી આપનાર યુવક પર જ હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ ખાર રાખી યુવકને રસ્તા વચ્ચે આંતરી પટ્ટા વડે માર માર્યો હોવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટ મેરી સ્કૂલની પાછળ રહેતા અને પ્લમ્બીંગકામની મજુરી કરતા ૨૮ વર્ષીય અપુલભાઈ દિનેશભાઇ કાઠીયાએ આરોપી અમિત જયંતિલાલ વાઘેલા રહે. દરબારગઢ પાસે મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીએ તેના મિત્ર સંજયભાઇ ધોળકીયાની દિકરીની સગાઇ આરોપી અમિત વાઘેલાના ભત્રિજા સાથે કરાવેલ હોય અને ફરીયાદીએ તેના મિત્ર સંજયને અમિત દારૂ પીવાની ટેવ વાળો છે તેવી વાત કરેલ હોય અને ફરીયાદીના મિત્ર સંજયે આ વાત અમીતને કરતા આરોપીને સારૂ નહિ લાગતા જેનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ભુંડી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે પટ્ટા વડે આડેધડ માર મારી મુઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular