HomeMorbiમોરબી મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય : ચોમાસા દરમિયાન 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત,...

મોરબી મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય : ચોમાસા દરમિયાન 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત, ઈમરજન્સી માટે જાહેર કરાયા બે હેલ્પલાઈન નંબર

મોરબી : ચોમાસાની સિઝન દરમિયાન નાગરિકોને વરસાદ સંબંધિત સમસ્યાઓમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ શહેરીજનોને વરસાદ, પાણી ભરાવા સહિતની મોન્સૂન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.

મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા કંટ્રોલ રૂમના ફોન નંબર (02822) 220552 અને (02822) 220553 છે. આપત્તિકાળ અથવા ઇમરજન્સી પરિસ્થિતિમાં ત્વરિત સેવા મળી રહે તે માટે નાગરિકોને આ નંબરનો ઉપયોગ કરવા જણાવાયું છે.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન નાગરિકોની સુખાકારી અને ઝડપી ફરિયાદ નિવારણને પ્રાથમિકતા આપીને આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular