HomeMorbiત્રાજપર ખારીમાં દારૂ પર પોલીસનો સપાટો : 7 બોટલ વિદેશી દારૂ સાથે...

ત્રાજપર ખારીમાં દારૂ પર પોલીસનો સપાટો : 7 બોટલ વિદેશી દારૂ સાથે યુવક ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ખારી વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી હતી. રામજી મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક યુવકની તલાશી લેતા તેની પાસેમાંથી રૂ. 630 કિંમતની વિદેશી દારૂની 7 બોટલ મળી આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમાં રામજી મંદિર પાસે એક ઈસમ હાથમાં થેલી લઈને ઉભો હોય ત્યારે પોલીસને શંકા જતા તલાશી લેતા થેલીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિંમત રૂપિયા ૬૩૦ નાં મુદ્દામાલ સાથે આરોપી અજયભાઈ સુખાભાઈ બાબરીયા (ઉં.વ.૨૫) રહે. ત્રાજપર ખરી મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular