HomeMorbiજૂની માથાકૂટનો બદલો! મોડપરમાં BSF કોન્સ્ટેબલને પાઇપથી માર મારી ઇજા પહોંચાડી

જૂની માથાકૂટનો બદલો! મોડપરમાં BSF કોન્સ્ટેબલને પાઇપથી માર મારી ઇજા પહોંચાડી

મોરબી તાલુકાના મોડપર ગામે જૂના મનદુઃખને લઈને BSFના કોન્સ્ટેબલ પર બે શખ્સોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ગાળો આપી મારામારી કરવાના આક્ષેપ સાથે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા અને ગાંધીનગર ખાતે બી.એસ.એફમા જી.ડી. વર્ગના કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ૩૫ વર્ષીય ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજાએ આરોપી અક્ષયભાઈ વિનુભાઈ તથા ઉમેશભાઈ શાંતિલાલ રહે. બંને મોડપર ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી ફરીયાદિને ભુંડા બોલી ગાળો આપી આરોપી અક્ષયભાઈએ ફરીયાદિને પકડી રાખી બે પગ વચ્ચે ગુપ્ત ભાગે એક પાટુ મારી તેમજ આરોપી ઉમેશભાઈએ ફરીયાદિના ડાબા ખંભાના ભાગે હાંસળીના ભાગે લોખંડનો પાઇપ મારી મુંઢ ઇજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular