HomeMorbiમાળિયામાં પોલીસ મેગા એક્શન મોડમાં: એસપી સહિતના મોટા કાફલાએ કર્યું મેગા કોમ્બિંગ,...
માળિયામાં પોલીસ મેગા એક્શન મોડમાં: એસપી સહિતના મોટા કાફલાએ કર્યું મેગા કોમ્બિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ
મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને ગુનાખોરી પર કાબૂ મેળવવા જિલ્લા પોલીસ સતત એક્શન મોડમાં જોવા મળી રહી છે. તેના ભાગરૂપે આજે માળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં એસપી મુકેશ પટેલના નેતૃત્વમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું, જેમાં જિલ્લાભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો.
મોરબી સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ ગુનાખોરીને ડામવા જિલ્લા પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આજે માળિયા ખાતે જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ઓપરેશનમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સ્વયં હાજર રહ્યા હતા. તેમની સાથે જિલ્લાના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો વિશાળ પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસની વિવિધ ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરી શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ, વાહનોની તપાસ, ગેરકાયદેસર હથિયારોની શોધખોળ તેમજ ફરાર અને વોન્ટેડ આરોપીઓને શોધવાની કામગીરી કરી હતી.
પોલીસની આ અચાનક મેગા ડ્રાઇવને કારણે અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ લાવવા માટે આવી સઘન કોમ્બિંગ કામગીરી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.