HomeMorbiહળવદમાં પોલીસનો ફિલ્મી ઢબે કારનો પીછો: બાવળ સાથે કાર અથડાવી બુટલેગર ફરાર,...

હળવદમાં પોલીસનો ફિલ્મી ઢબે કારનો પીછો: બાવળ સાથે કાર અથડાવી બુટલેગર ફરાર, 3.67 લાખનો દારૂ-કાર જપ્ત

બાતમીના આધારે વોચ ગોઠવનારી હળવદ પોલીસે વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કારનો પીછો કરી ઝડપી કાર્યવાહી કરી હતી. જોકે બુટલેગર કાર છોડીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો, જ્યારે પોલીસે રૂ. 3.67 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી બેસતા બાતમીવાળી સ્વીફ્ટ કાર GJ-12-FC 2207 વાળી પીછો કરતા કારને પોલીસે રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરતા બુટલેગરે એસ્સાર પંપ નજીક કાર બાવળના ઝાડ સાથે અથડાવી દીધી હતી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૧૩ કિંમત રૂપિયા ૬૭૫૦૫ તથા કાર કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૩,૬૭,૫૦૫ નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular