HomeMorbiમોરબીના મકનસરમાં જુગાર પર પોલીસનો દરોડો: જાહેરમાં તીનપત્તી રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના મકનસરમાં જુગાર પર પોલીસનો દરોડો: જાહેરમાં તીનપત્તી રમતા 6 પત્તાપ્રેમી ઝડપાયા

ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે મકનસર ગામે દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 11,150નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મકનસર ગામે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ધીરૂભાઈ ભવનભાઈ થરેસા (ઉં.વ. ૪૭), મહેશભાઈ ધીરૂભાઈ દેગામા (ઉં.વ. ૨૮), જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેનભાઈ નરસીભાઈ થરેસા (ઉં.વ. ૨૬), ચેતનભાઈ ચંદુલાલ ઘાટલીયા (ઉં.વ. ૩૦), જયંતીભાઈ પરસોત્તમભાઈ ઝંઝવાડિયા (ઉં.વ. ૪૫), વિજયભાઈ જગમલભાઈ થરેસા (ઉં.વ. ૩૨) રહે. બધા મકનસર ગામ તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧૧૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular