HomeMorbiમોરબીના જડેશ્વર કોમ્પ્લેક્સમાં પોલીસનો દરોડો, દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

મોરબીના જડેશ્વર કોમ્પ્લેક્સમાં પોલીસનો દરોડો, દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જડેશ્વર કોમ્પ્લેક્સમાં દરોડો પાડી દુકાનમાંથી વિદેશી દારૂની 35 બોટલ જપ્ત કરી હતી. આરોપીઓ સ્થળ પરથી ફરાર મળી આવતા તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના માધાપર જડેશ્વર મંદિરની બાજુમાં આવેલા જડેશ્વર કોમ્પ્લેક્સના પ્રથમ માળે આવેલી આરોપીની દુકાનમાં દરોડો પાડતા દુકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૫ કિંમત રૂપિયા ૪૨૦૦ નો મુદામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સમીર શેરાઅલીભાઈ મોવર તથા હાજરાબેન શેરાઅલીભાઈ મોવર રહે. મોરબીવાળા સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular