HomeMorbiમોરબી; પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી; પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા પ્રોહિબીશનના ગુન્હામાં નાશતો ફરતો આરોપી હિતેષભાઇ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવારહે.કુબેર ટોકીઝ પાછળ ધારઉપર તા.જી.મોરબીવાળો પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો છે અને મોરબી ત્રાજપર ચોકડી નજીક હોવાની ખાનગી બાતમીના આધારે મજકુર આરોપીની વોચ તપાસ કરતા મળી આવતા મોરબી જુની એલ.સી.બી.કચેરી ખાતે લાવી પ્રોહીબીશનના ગુન્હામાં અટક કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.