HomeMorbiમોરબીના રાજપર (કું.)માં મહિલા સરપંચે નોંધાવી ફરિયાદ, બે સામે જાતિસૂચક અપમાન અને...
મોરબીના રાજપર (કું.)માં મહિલા સરપંચે નોંધાવી ફરિયાદ, બે સામે જાતિસૂચક અપમાન અને ધમકીના આરોપ
રાજપર (કુંતાસી) ગામના આદિવાસી મહિલા સરપંચે બે વ્યક્તિઓ સામે જાહેરમાં જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવા, સરપંચ પદેથી હટાવવાની ધમકી આપવા અને પંચાયતની બેઠકમાં કામકાજમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રાજપર કુંતાસી ગામે રહેતા અને સરપંચ તરીકે ફરજ બજાવતા નર્મદાબેન મનોજભાઈ ધોરીયાણી (ઉ.વ.૩૨) એ આરોપી મનસુખભાઈ અવચરભાઈ દેત્રોજા રહે.રાજપર આમરણ અને સંદિપભાઈ ખીમજીભાઈ મેંદપરા રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી પોતાના ગામની દુકાનેથી ચીજવસ્તુ લઈ પરત આવતી વખતે આરોપી મનસુખભાઈએ ફરીયાદીને આ ગોધરી ગામની થોડી સરપંચ હોય, આ ને હુ ગમે ત્યારે સસ્પેન્ડ કરાવી નાખીશ તેમ બોલી ગર્ભીત ધમકી આપી જાહેરમા શાંતિ પ્રત્યે અપમાનિત કરી તેમજ આરોપીઓએ પંચાયત ઓફીસના પગથીયા ચઢતા-ચઢતા ફરીયાદીને આજની મીટીંગમા કોઇ નિર્ણય થવા દેવો નથી અને આ ગોધરી ને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવીને જ રહેવી છે તેમ બોલી ગર્ભીત ધમકી આપી જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.