HomeMorbiલાતીપ્લોટમાં વિદેશી દારૂના ધંધા પર પોલીસનો પ્રહાર, રૂ. 24 હજારથી વધુનો જથ્થો...
લાતીપ્લોટમાં વિદેશી દારૂના ધંધા પર પોલીસનો પ્રહાર, રૂ. 24 હજારથી વધુનો જથ્થો કબજે
મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં રહેણાંક ઓરડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાતા પોલીસે મહિલા આરોપીને ઝડપી પાડી છે. સમગ્ર મામલે ત્રણ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતીપ્લોટ શેરી નં.-૪માં આવેલી એક રહેણાંક ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -147 તથા બિયર ટીન નંગ -12 મળી કુલ કિંમત રૂપિયા 24420 નાં મુદ્દામાલ સાથે આરોપી રૂકસાનાબેન ઈમરાનભાઈ સિપાઈ રહે. લાતિ પ્લોટ મોરબીવાળીને ઝડપી પુછપરછ કરતા અન્ય બે ઈસમો સમીર જુસબ કટીયા તથા ઈકબાલભાઈ ઉર્ફે કારો આલમભાઈ કટીયા રહે. લાતિ પ્લોટ મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.