HomeMorbiહળવદના ઘનશ્યામગઢમાં પોલીસની જુગાર પર તવાઈ; તીનપત્તી રમતા 7 જુગારીઓ ઝડપાયા

હળવદના ઘનશ્યામગઢમાં પોલીસની જુગાર પર તવાઈ; તીનપત્તી રમતા 7 જુગારીઓ ઝડપાયા

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂ. 32,460નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં કોંઢ જવાના જુના રસ્તે અજીતભાઈ ચૌહાણની વાડી પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો અજીતભાઈ રઘુભાઈ ચૌહાણ, દિનેશભાઈ નરશીભાઈ સોનાગ્રા, દયારામભાઈ લખમણભાઈ સોનાગ્રા રહે ત્રણે ઘનશ્યામપુર ગામ, તથા દયારામભાઈ ભીખાભાઈ ધારીયા પરમાર. રહે. હળવદ રઘુવિરસિંહ ખોડુભા ઝાલા , જગદીશભાઈ મુગટલાલ રાવલ રહે. બંને ગામ, કોયબા, તા. હળવદવાળાને રોકડ રૂપિયા ૩૨૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular