HomeMorbiહળવદ પોલીસની મોટી સફળતા: ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ 19 ખોવાયેલા મોબાઈલ શોધી...

હળવદ પોલીસની મોટી સફળતા: ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ 19 ખોવાયેલા મોબાઈલ શોધી માલિકોને પરત સોંપ્યા

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદ માથી આશરે કિ.રૂા.૩,૮૦,૯૬૧/- ની કિંમતના ૧૯ ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને હળવદ પોલીસ દ્વારા પરત કરાયા.

હળવદ પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ હળવદ પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઈલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને હળવદ પોલિસએ “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સ્ટાફે જહેમત ઉઠાવી ૧૯ મોબાઇલ ફોન કિ.રૂા.૩,૮૦,૯૬૧ /- ની કિમતના મોબાઇલો શોધી કાઢી રીકવર કરી અરજદારોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સૂત્ર હળવદ પોલીસે સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Most Popular