HomeMorbiવાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ધમધમતું જુગારધામ ઝડપાયું, પાંચ જુગારીઓ રોકડ સાથે પોલીસના...
વાંકાનેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ધમધમતું જુગારધામ ઝડપાયું, પાંચ જુગારીઓ રોકડ સાથે પોલીસના હાથે ઝડપાયા
વાંકાનેર સિટી પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સિપાઈ શેરીમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ કર્યો. પોલીસે પાંચ જુગારીઓને રૂ. 18,050ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રાત્રિના સમયે ‘સિપાઈ શેરી’માં હુસેનભાઈ જીંદાણીના ઘર પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ પાડી હતી, જ્યાં સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં ગેરકાયદેસર જુગાર રમી રહેલા પાંચ શખ્સો મુકેશભાઈ ભોગીલાલ શાહ(ઉં.વ. ૫૯) રહે. જીનપરા શેરી નં-૨, જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (ઉં.વ. ૫૯) રહે. જીનપરા રંગવાળી શેરી, વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (ઉં.વ. ૫૦) રહે. પ્રતાપચોક, વાંકાનેર, ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (ઉં.વ. ૫૦) રહે. જીનપરા શેરી-૨, વાંકાનેર). તથા આસિફભાઈ ઈકબાલભાઈ માડકીયા (ઉ.વ.૨૮) રહે. ઘાંચી શેરી મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૮૦૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.