HomeMorbi'ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ' હેઠળ ઉમા વિદ્યાસંકુલમાં સાયબર જાગૃતિ અભિયાન, 670 વિદ્યાર્થીઓ...
‘ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ’ હેઠળ ઉમા વિદ્યાસંકુલમાં સાયબર જાગૃતિ અભિયાન, 670 વિદ્યાર્થીઓ અને 30 શિક્ષકોને અપાયું માર્ગદર્શન
મોરબી શહેરમાં સાયબર ગુનાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ‘Operation SURAKSHIT CYBER SPACE’ અંતર્ગત આજે ઉમા વિદ્યા સંકુલ ખાતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે 670 વિદ્યાર્થીઓ અને 30 શિક્ષકોને શી-ટીમ, મહિલા સુરક્ષા અને સાયબર સુરક્ષા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન મહેશભાઈ સોલંકીએ મહિલા સુરક્ષા, સોશિયલ મીડિયાનો સુરક્ષિત અને જવાબદારીપૂર્વક ઉપયોગ, ઓનલાઈન છેતરપિંડીથી બચવાના અસરકારક ઉપાયો તેમજ વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત, સાયબર ફ્રોડનો ભોગ બન્યાની સ્થિતિમાં તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરવા તેમજ National Cyber Crime Reporting Portal પર ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સાયબર સુરક્ષા પ્રત્યે વધુ સજાગ, સતર્ક અને જવાબદાર બની સુરક્ષિત ડિજિટલ જીવન અપનાવવા અપીલ કરવામાં આવી હતી.