HomeMorbiમોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા, અનડીટેક્ટ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો

મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને મોટી સફળતા, અનડીટેક્ટ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો

મોરબી તાલુકા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી અનડીટેક્ટ વાહન ચોરીનો ગુનો ઉકેલી ચોરાયેલી બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા વાહન ચોરીનો ગુન્હો રજિસ્ટર થયેલ હતો જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ બાતમીના આધારે બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમ અલારખાભાઇ કાસમભાઇ કાણા રહે.વનાળીયા તા.જી.મોરબીવાળાને મોરબી ધરમપુર રોડ સુરાપુરા દાદાના મંદિર પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ.

RELATED ARTICLES

Most Popular