HomeMorbiમોરબી; ખેતમજૂર પરિવારો પર અત્યાચાર કેસમાં ફરાર માસ્ટરમાઇન્ડ LCBની જાળમાં
મોરબી; ખેતમજૂર પરિવારો પર અત્યાચાર કેસમાં ફરાર માસ્ટરમાઇન્ડ LCBની જાળમાં
ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મુખ્ય આરોપીની ધરપકડ, ગુનામાં વપરાયેલી બાઈક પણ કબજે
મોરબી: મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવારોને નિશાન બનાવી લૂંટ અને બે મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટનામાં ફરાર મુખ્ય આરોપીને મોરબી એલસીબીએ ઝડપી પાડી તપાસમાં મહત્વની સફળતા મેળવી છે.
પોલીસ તપાસ મુજબ, પાંચ સભ્યોની ટોળકીએ રાત્રિના સમયે ખેતરમાં રહેતા પરપ્રાંતીય મજૂર પરિવારો પર છરી અને ધોકાના બળે હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. કિંમતી દાગીના હાથ ન લાગતા આરોપીઓએ બે અલગ-અલગ સ્થળોએ મહિલાઓ પર તેમના પતિની હાજરીમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે ઝડપી તપાસ શરૂ કરી હતી.
અગાઉ ત્રણ આરોપી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપી દિનેશભાઈ મધુભાઈ જખાનિયા સતત ફરાર હતો. તેની શોધ માટે LCB અને પેરોલ-ફર્લો સ્ટાફે વિવિધ ટીમો બનાવી ટેક્નિકલ માધ્યમો, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.
ખાનગી બાતમીના આધારે ધ્રોલ-ભાદરા પાટીયા માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. ત્યાંથી આરોપીને ગુનામાં ઉપયોગ કરાયેલી મોટરસાયકલ સાથે ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.